અને પોતાના આશ્રિત જે ભકતજન તેમની જે સમગ્ર પીડા તેના નાશ કરનારા એવા અને ધર્મ સહિત જે ભકિત તેની રક્ષાના કરનારા એવા ને પોતાના ભકતજનને મનવાંછિત સુખના આપનારા એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે જેતે અમારા સમગ્ર મંગળને વિસ્તારો (૨૧૨)
ઇતિ શ્રી સહજાનંદસ્વામિશિષ્ય નિત્યાનંદમુનિલિખિતા શિક્ષાપત્રીટીકા સમાપ્તા…
{{ શણગાર દર્શન }}
{{ શયન દર્શન }}
સંવત ૧૮૮૨ અઢારસો બ્યાસીના મહાસુદી પંચમીને દિવસે આ શિક્ષાપત્રી અમે લખી છે તે પરમ કલ્યાણકારી છે (૨૧૧)
અને આ જે અમારી શિક્ષાપત્રી જે તે આપવી અને જે જન આસુરી સંપ્રદાએ કરીને યુકત હોય તેને તો કયારેય ન આપવી (ર૧૦)
અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઇ ન હોય ત્યારે તો નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી અને આ જે અમારી વાણી તે અમારું સ્વરુપ છે એ રીતે પરમ આદર થકી માનવી (ર૦૯)
અને અમારા જે આશ્રિત સંતસંગી તેમણે આ શિક્ષાપત્રીનો નિત્યપ્રત્યે પાઠ કરવો અને જેને ભણતા આવઠતુ ન હોય તેમણે તો આદરથકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું (ર૦૮)
અને જે બાઇ ભાઇ આ શિક્ષાપત્રી પ્રમાણે નહિ વર્તે તે તો અમારા સંપ્રદાયથકી બાહર છે એમ અમારા સપ્રદાયવાળા સ્ત્રી પુરુષ તેમણે જાણુવું (ર૦૭)
અને જે અમારા આશ્રિત પુરુષ ને સ્ત્રીઓ તે જેતે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ર્ચેય પામશે. (ર૦૬)
એ હેતું માટે અમારા આશ્રિત જે સત્સંગી તેમણે સાવધાન પણે કરીને નિત્યપ્રત્યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું પણ પોતાના મનને જાણે તો કયારેય ન વર્તવું (ર૦પ)
અને સર્વે જે સચ્છાસ્ત્ર તેનો જે સાર તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધરીને આ શિક્ષાપત્ર જેતે લખી છે, કેવી છે તો સર્વે મનુષ્યમાત્રને મનવાંછિત ફળની દેનારી છે. (ર૦૪)
અને અમારે આશ્રિત એવા જે સત્સંગી બાઇભાઇ સર્વે તેમના જે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ તે જેતે સંક્ષપે કરીને આવી રીતે અમે લખ્યા છે અને આ ધર્મનો જે વિસ્તાર તે તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણવો (ર૦૩)
અને કોઇનું દુતપણું ન કરવું તથા ચાડિયાપણું ન કરવું તથા કોઇના ચારચક્ષુ ન થવું અને દેહને વિષે અહંબુદ્ધિ ન કરવી ને સ્વજનાદિક વિષે મમતા ન કરવી (એવી રીતે સાધુના વિશેષ ધર્મ કહ્યા) (૨૦૨)
અને તે સાધુ ને બ્રહ્મચારી તેમણે કોઇક કુમતિવાળા દુષ્ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું પણ તેને સામી ગાળ ન દેવી ને મારવો નહી અને તેનું જેમ હિત થાય તેમજ મનમાં ચિંતવન કરવું પણ તેનું ભુંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો (૨૦૧)