યુધિષ્ઠિરે પૂછયું : “હે પ્રભુ ! વૈશાખ માસમાં કૃષ્ણપક્ષમાં કઇ એકાદશી હોય છે ? હું એનું મહાત્મ્ય સાંભળવા ઇચ્છું છું.”
શ્રીકૃષ્ણ તરત જ બોલ્યાઃ “રાજન ! આપે સૌના હિત માટેની ખૂબ જ ઉત્તમ વાત પૂછી છે. રાજન ! વૈશાખમાસમાં કૃષ્ણપક્ષમાં “અપરા” એકાદશી આવે છે. એ ઘણું જ પૂણ્ય દેનારી તથા મોજ્ઞા મોજ્ઞા પાતકોનો નાશ કરનારી છે.”
“બ્રહ્મ હત્યા કરનારો, ગૌત્રની હત્યા કરનારો, ગર્ભસ્થ બાળકને મારનારો, પરનિંદક, તથા પરસ્ત્રી લંપટ પુરુષ પણ અપરા એકાદશીના વ્રતથી નિશ્રય જ પાપ રહિત થઇ જાય છે. જે ખોટી સાક્ષી આપે છે. માપતોલમાં દગો કરે છે, જાણ્યા વિના નક્ષત્રોની ગપતરી કરે છે. અને કુજ્ઞનિતિથી આયુર્વેદિકનો જાણકાર બનીને વૈદ્યનું કામ કરે છે. આ બધા જ નરક કરનારા પ્રાણીઓ છે. પરંતુ અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી એ પણ પાપ રહિત થઇ જાય છે.”
જો કોઇ ક્ષત્રિય પોતાના ક્ષાત્રધર્મનો પરિત્યાગ કરીને યુધ્ધથી ભાગે છે, તો એ ક્ષત્રિય, સ્વધર્મથી ભ્રષ્ટ થવાને કારણે ધોર નરકમાં પડે છે. જે શિષ્ય વિદ્યા પ્રાપ્ત કરીને સ્વયં ગુરુ નિંદા કરે છે. એ પણ મહાપાપોથી મુકત થઇને ભયંકર નરકમાં પડે છે. પરતું અપરા એકાદશીના વ્રતથી આવા પાપી મનુષ્યો પણ સદગતિને પ્રાપ્ત થાય છે.
જયારે સૂર્ય, મકર રાશિ પર સ્થિત હોય એ સમયે પ્રયાગમાં સ્નાન કરનારા મનુષ્યને જે પુણ્ય થાય છે, કાશીમાં શિવરાત્રિનું વ્રત કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, પિંડદાન કરીને ,િતૃઓને તૃપ્ત પ્રદાન કરનારા પુરુષને જે પૂણ્ય પ્રાપ્ત થાય છે, બૃહસ્પતિ સિંહ રાશિ પર સ્થિત હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરનારા પુરુષ્નને જે ફળ પ્રાપ્ત થાય છે. અપરાનો ઉપવાસ કરીને ભગવાન વામનની પૂજા કરવાથી મનુષ્ય બધાય પાપોથી મુકત થઇ શ્રી કૃષ્ણલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. આના વાંચન અને શ્રવણથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે.