‘નિષ્કુળાનંદ મહાશૂરવીર, કવિ ને તપસ્વી ત્યાગી તપધીર’
(નંદમાળા-મંજુકેશાનંદજી)
જન્મભૂમિ – જામનગર જીલ્લાનું શેખપાટ ગામ
જન્મ સમય – સંવત ૧૮૨૨ મહા સુદ પ
પૂર્વાશ્રમનું નામ – લાલજીભાઇ
જ્ઞાતિ – સુથાર
પિતાનું નામ – રામજીભાઇ
માતાનું નામ – અમૃતબાઇ
ત્યાગ-વૈરાગ્યમય આદર્શ તપસ્વી જીવન જીવનાર નિષ્કુળાનંદ સ્વામીના આદર્શજીવનના વિવિધ પ્રસંગો સાંપ્રદાયિક સાહિત્યમાં સવિસ્તાર પ્રસિદ્ધ થયેલ હોઇ અત્રે સ્વામીશ્રીના જીવન વિષ્યક સંક્ષિપ્ત માહિતી આપી છે.
સૌરાષ્ટ્ર પ્રદેશના જામનગર જીલ્લાના લતીપર ગામના વતની રામજીભાઇ સુથાર પૂર્વજન્મતા પુણ્યવંત મુમુક્ષુ હતા. જન્મજાત શુભસંસ્કાર, શાંત સ્વભાવ, સદાચારમય જીવન, સંત સમાગમ, સંત સેવામાં સ્નેહ વગેરે શુભગુણવાળા રામજીભાઇને શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ આત્માનંદ સ્વામીનો સમાગમ થયો. સ્વધર્મપરાયણ યોગિવર્ય આત્માનંદ સ્વામીના જીવનવર્તનના અનુભવથી પ્રભાવિત થયેલા રામજીભાઇએ આત્માનંદ સ્વામીનું શિષ્યત્વ સ્વીકાર્યું. ‘ગુરુ એજ પરંબ્રહ્મ’ આવી ભાવનાથી આત્માનંદ સ્વામીની સેવા સમાગમ કરનાર રામજીભાઇ આત્માનંદ સ્વામીની આજ્ઞા મુજબ જસવન જીવીને તેઓના કૃપાપાત્ર બન્યા.
લતીપર ગામના નાગરિકો દ્વારા થતી પ્રતિકુળતાના કારણે આત્માનંદ સ્વામીએ પોતાના શિષ્યોને અન્ય ગામમાં રહેવા જવાની અજ્ઞા કરી સ્વામીની આજ્ઞા શિરોમાન્ય રાખસને રામજીભાઇ શેખપાટ ગામે રહેવા ગયા. સદભાવના પૂર્વક સ્વામીની સેવા કરનાર રામજીભાઇને આશીર્વાદ આપતા આત્માનંદ સ્વામીએ કહ્યું, “રામજીભાઇ ! તમારે ત્યા એક મહાનમુકતનલ જન્મ થશે અને તે ભગવાનની સેવા સમાગમ કરીને તથા તેના ચરિત્રોનું ગુણગાન કરીને મહાન સંત સ્વરુપે વિશ્ર્વવંદ્ય બનશે.” સ્વામીશ્રીના આશીર્વાદથી રામજીભાઇને ત્યા સુપુત્રનો જન્મ થયો. રામજીભાઇએ તે પુત્રનું “લાલજી” નામ રાખ્યું.
એક વખત પોતાના બધા શિષ્યોને આત્માનંદ સ્વામીએ છત્રાસા ગામે એકત્રિત કર્યા અને કહ્યું કે, “મારી સાથે રહેલા આ રામાનંદ સ્વામીએ અષ્ટાંગયોગનો અભ્યાસ કરીને અષ્ટાંગયોગ સિદ્ધ કરેલ છે. બ્રહ્મનિષ્ઠ યોગીવર્ય આ રામાનંદ સ્વામી સમર્થ મહાપુરુષ છે. તમે બધા મારી પ્રત્યે તમે ગુરુભાવના રાખીને તેની આજ્ઞા પ્રમાણે રહીને તેની સેવા સમાગમ કરીને તેના કૃપાપાત્ર બનજો.” આત્માનંદ સ્વામીની આજ્ઞા મુજબ રામજીભાઇ રામાનંદ સ્વામીને ગુરુમાનીને તેની આજ્ઞા મુજબ રહીને રામાનંદ સ્વામીની સેવા સમાગમ કરીને સ્વામીના કૃપાપાત્ર બનેલા.
રામજીભાઇના પુત્ર લાલજીભાઇએ પોતાની બાલ્યઅવસ્થામાં આત્માનંદ સ્વામીના દર્શન કરેલા સંવત ૧૮૪૩માં રામાનંદ સ્વામી શેખપાટ પધારેલા ત્યારે લાલજીભાઇએ રામાનંદ સ્વામીનું શિષ્યત્વ સ્વીકારીને સ્વામીશ્રીના વરદહસ્તે સત્સંગની પ્રાથમીક વર્તમાન દીક્ષા લીધેલી. રામાનંદ સ્વામીની રહેણી કરણી, ધર્મોપદેશ પદ્ધતિ, બ્રહ્મસ્થિતિ, ઐશ્ર્વર્યપ્રતાપ વગેરે સદગુણો અને સત ક્રિયાનો પૂર્ણ અનુભવ કરીને