‘દેવાનંદ કવિ બીજા સાર’ (નંદમાળા-મંજુકેશાનંદજી)
જન્મભૂમિ – ધોળકા નજીકનું બળોલગામ
જન્મ સમય – સંવત ૧૮પ૯ કાર્તિક સુદ ૧પ
જ્ઞાતિ – ચારણ પૂર્વાશ્રમનું નામ – દેવીદાન
પિતાનું નામ – જીજાભાઇ માતાનું નામ – બેનજીબા
દેવીદાન મુકત પુરુષ હતા. તેના પિતા શિવજીના પરમ ઉપાસક હતા. તેમના ગામને સીમાડે “સાંકળેશ્ર્વર”મહાદેવનું મંદિરહતું. તે મંદિરે જઇને તેના દર્શન-પૂજનનું તેને નિયમ હતું દેવીદાન પણ પિતાની સાથે મંદિરે જતા અને દર્શન-પૂજન કરતા. પિતાની બહારગામ જાય ત્યારે દેવસદાન પોતે એકલા જ દર્શન-પૂજન કરવા જતા.
એક દિવસ તેને વિચાર આવ્યો કે હું ભાવથી શિવપૂજન કરુ છું. મારુ પૂજન શિવજી સ્વીકારે છે કે નહીં ? આજે તો મારે આ બાબતની ખાતરી કરવી છે. આમ વિચારેની દેવીદાને હ્રદયમાં વિશુદ્ધભાવથી શિવજીની સ્તુતિ-પ્રાર્થના કરી. પ્રાર્થના કરતા-કરતા તે ગદગદ કંઠ થઇ ગયા અને બોલી શકયા નહીં. નેત્રમાંથી અશ્રુધારા વહેવા લાગી. દેવીદાનની સ્તુતિ પ્રાર્થનાની શીવની પ્રસન્ન થયા દેવીદાનને દર્શન આપીને કહ્યું કે “તમારી પૂજા સ્વીકારીને હું તમારી ઉપર પ્રસન્ન થયો છું. ઇચછા હોય તો માંગો !” દેવીદાને કહ્યું કે, “આપના દર્શનથી કૃતાર્થ થયો છું. સંસાર ભ્રમણમાંથી મુકિત મળે એ જ મારી ઇચ્છા છે.” શિવજીએ કહ્યું કે, “વર્તમાન સમયમાં પૃથ્વી પર ભગવાન પ્રગટ થયા છે અને તે સ્વામીનારાયણ નામથી પ્રસિદદ્ધ છે તે ભગવાન તમારા ગામમાં જરુર આવશે. તેનો આશ્રય કરજો. તે ભગવાન તમારો મોક્ષ કરશે.” દેવીદાને કહ્યું કે, “તેભગવાન છે એમ હું કેવી રીતે જાણી શકું ?” શિવજીએ કહ્યું કે, “જમતા જમતા પોતાની જીભજી ન પોતાની કોણી ચાટે તે જોઇને તમારે તેને ભગવાન જાણવા.” આ વરદાન આપીને શિવજી અંતર્ધાન થયા.
એક વખત શ્રીહરિ જેતલપુરશ્રી ગડપુર જતા હતા. રસ્તામાં આવેલા બળોલ ગામની ભાગોળે વિશ્રાંતિ લેવા રોકાયા. શ્રી હરિ પધાર્યાના સમાચાર સાંભળીને સત્સંગીઓ અને ગ્રામજનો દર્શને આવ્યા. તેમાં દેવીદાન પણ ત્યાં આવ્યા.સત્સંગીઓએ રોકાવાનો આગ્રહ કર્યો પરંતુ શ્રીહરિ રોકાયા નહીં. ગાડા ઉપર બેસીને શ્રીહરિ વાતો કરતા હતા અને લોકો દર્શન કરતા હતા. તે સમયમાં રૈયાભાઇ ખટાણ પોતાને ઘેરથી ઘઉંજી થુલી અને દૂધ લાવ્યા અને શ્રીહરિને તે આરોગવા વિનંતી કરી. આવેલ એ ભોજનને શ્રીહરિ ગાડામાં બેઠાબેઠા જ જમવા લાગ્યા. દર્શનાર્થી શ્રીહરિના દર્શન કરતા હતા. શ્રીહરિ દૂધ અને થૂલીના મિશ્રણનું પાન કરતા હતા એ દૂધના રેલા તેના હાથ ઉપર પ્રસરતા પ્રસરતા છેક કોણી સુધી પહોંચ્યા. કોણી પરના એ રેલાઓને શ્રીહરિ પોતાની જીભથી ચાંટવા લાગ્યા. આદ્દશ્ય જોઇને લોકો આશ્ર્ચર્ય પામ્યા. એ સમયમાં ત્યાં હાજર રહેલા દેવીદાનને આપ્રકારની શ્રીહરિની ચેષ્ટા જોઇને આશ્ર્ચર્ય થયુ અને તેમને શિવજીએ જે નિશાની કહી હતી તેનું સ્મરણ થયું. તેથી તેણે નિશ્ર્ચય કર્યો કે, “શિવજીએ કહ્યું હતું એ જ આ સ્વામિનારાયણ ભગવાન છે માટે મારે તેના આશ્રિત થઇને તેમની સેવામાં રહેવું.” આ પ્રકારનો દ્દઢનિશ્ર્ચય કરીને દેવીદાન શ્રીહરિની સમીપમાં ગયા અને નમસ્કાર કરીને કહ્યું કે, “તમે ભગવાન છો. મારે તમારો આશ્રય કરવો છે અને તમારી સેવામાં રહેવું છે. મને તમારી સેવામાં રાખો.”