સર્વ ધર્મના જ્ઞાતા, વેદ અને શાસ્ત્રોના અર્થજ્ઞાનમાં પારંગત, સૌના હદયમાં રમણ કરનારા, શ્રી વિષ્ણુના તત્વને જાણનારા તથા ભગવત્પરાયણ પ્રહલાદજી જયારે સુખપૂર્વક બેઠા હતા ત્યારે એમની પાસે સ્વધર્મનું પાલન કરનારા મહર્ષિઓ કંઇક પૂછવા માટે આવ્યા.
મહર્ષિઓએ પૂછયું : “પ્રહલાદજી!” તમે કોઇ એવું સાધન કહો કે જેનાથી ણાન, ધ્યાન અને ઇન્દ્રીય નિગ્રહ વિના જ અનાયાસે ભગવાન વિષ્ણુનું પરમ પદ પ્રાપ્ત થઇ જાય.
મહર્ષિઓ દ્વારા આમ પૂછવાથી સંપૂર્ણ લકોના હિત માટે પ્રયત્નશીલ રહેનારા વિષ્ણુભકત પ્રહલાદજીએ આ પ્રમાણે કહ્યું : “મહર્ષિઓ! જે અઢાર પૂરાણોના સારનું પણ સાર તત્વ છે કે જેને કાર્તિકેયજીના પૂછવાથી ભગવાન શંકરે એમને જણાવ્યું હતું. એનું વર્ણન કરું છું… સાંભળો.”
મહાદેવજીએ કાર્તિકેયજીને કહ્યું : “જે કલિમાં એકાદશીની રાત્રે જાગરણ કરતી વખતે વૈષ્ણવ શાસ્ત્રનો પાઠ કરે છે એના કોટી જન્મોમાં કરેલા ચાર જાતના પાપ નષ્ટ થઇ જાય છે. જે એકાદશીના દિવસે વૈષ્ણવ શાસ્ત્રનો ઉપદેશ કરે છે એને મારો ભકત જાણવો જોઇએ.”
જેને એકાદશીના જાગરણમાં ઉંઘ આવતી નથી તથા જે ઉત્સાહપૂર્વક કીર્તન અને ભજન કરે છે એ મારો વિશેષ ભકત છે. હું એને ઉત્તમ જ્ઞાન આપું છું અને ભગવાન વિષ્ણું મોક્ષ પ્રદાન કરે છે. આથી મારા ભકતે વિશેષરુપે જાગરણ કરવું જોઇએ. જેઓ ભગવાન વિષ્ણું પ્રત્યે વેર રાખે છે એમને પાંખડી માનવા જોઇએ. જેઓ એકાદશીની રાત્રે જાગરણ કરે છે અનેભજન કરે છે, એમને સ્વર્ગમાં સ્થાન મળે છે. જેઓ જાગરણ દરમ્યાન વારંવાર ભગવાન વિષ્ણુંના મુખારવિંદનના દર્શન કરે છે, એમને પણ એજ ફળ પ્રાપ્ત થાય છે. જે માનવ પ્રાદશી તિથીએ ભગવાન વિષ્ણુ સમક્ષ જાગરણ કરે છે એ યમરાજાના પાશમાંથી મુકત થઇ જાય છે. જે દ્વાદશીએ જારણ કરતી વખતે ગીતાશાસ્ત્ર સાથે મનોવિનોદ કરે છે એ પણ યમરાજાના બંધનમાંથી મુકત થઇ જાય છે. જે પ્રાણ ત્યાગે છે પણ દ્વાદશીનું જાગરણ છોડતા નથી એ ધન્ય અને પુણ્યાત્મા છે. જેના વંશમાં લકો એકાદશીની રાતે જાગરણ કરે છે એ ધન્ય છે જેણે એકાદશીએ જાગરણ કર્યું છે એણે યજ્ઞ, દાન, ગયા શ્રાદ્ધ તથા નિત્ય પ્રયાગ સ્નાન કરી લીધુ જાણવું એને સન્યાંસીઓનું પૂણ્ય મળી ગયું જાણ.
પડાનન! ભગવાન વિષ્ણુના ભકતો જાગરણ સહિત એકાદશી વ્રત કરે છે આથી તેઓ મને સદાય પ્રિય છે. જે વર્ધિની એકાદશીની રાત્રે જાગરણ કરે છે, એ ફરી પ્રાપ્ત થનારા શરીરને સવયં ભસ્મ કરી દે છે. જે ત્રિસ્પૃશા એકાદશીની રાત્રે જાગરણ કરે છે એ ભગવાન વિષ્ણુંના સ્વરુપમાં લીન થઇ જાય છે. જે હરિ બોધિની એકાદશીની રાત્રે જાગરણ કરે છે એના સ્થૂળસુક્ષ્મ બધા પાપ નષ્ટ થઇ જાય છે. જે પ્રાદશીની રાત્રે જાગરણ કરે છે, એને મહાન પુણ્યની પ્રાપ્તી થાય છે.
પૂણ્યમય ભાગવત તથા સ્કંધપૂરાણ ભગવાન વિષ્ણુંને પ્રિય છે. મથુરા અને વ્રજમાં ભગવાન વિષ્ણુના બાલચરિત્રનું જે વર્ણન કરાવેલું છે, એનું જે એકાદશીની રાત્રે ભગવાન કેશવનું પૂજન કરીને વાંચન કરે છે એનું પૂણ્ય કેટલું છે એતો હુંપણ જાણતો નથી. કદાચ ભગવાન વિષ્ણુ જાણતા હોય, બેટા!”
જે શ્રીહરિ સમીપ જાગરણ કરતી વખતે રાતે દીપક પ્રગટાવે છે એનું પૂણ્ય સો કલ્પોમાં પણ નષ્ટ નથી થતું. જે જાગરણ કાળમાં મંજરી સહિત તુલસીદળ વડે ભકિત પૂર્વક શ્રીહરિનું પૂજન કરે છે એનો ફરી આ સંસારમાં જન્મ થતો નથી. સ્નાન, ચંદન લેપ, ધૂપ-દીપ, નૈવેદ્ય અને તાંબુલ, આ બધું જાગરણ કાળમાં ભગવાનને સમર્પિત કરવામાં આવે તો એનાથી અક્ષય પૂણ્ય મળે છે.
કાર્તિકેય! જે ભકત મારું ધ્યાન કરવા ઇચ્છે છે એણે એકાદશીની રાત્રે શ્રીહરિની સમીપ ભકિતપૂર્વક જાગરણ કરવું જોઇએ. એકાદશનીની રાત્રે જે લોકો જાગરણ કે છે, એમના શરીરમાં ઇન્દ્ર વગેરે દેવતાઓ આવીને રહે છે. જેઓ જાગરણ કાળમાં મહાભારતનો પાઠ કરે છે તેઓ એપરમધામમાં જાય છે કે જયાં સંન્યાસી આત્માઓ જાય છે. જેઓ એ સમયે શ્રીરામચંદ્રનું ચરિત્ર, દસસ્કંધ વધ વાંચે છે, તેઓ યોગવેત્તાઓની ગતિને પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણથી શ્રેષ્ઠ કોઇ દેવ નથી અને એકાદશી વ્રત સમાન બીજું કોઇ વ્રત નથી. ભગવાન વિષ્ણુ માટે જયાં જાગરણ કરવામ)ં આવે છે અને જયાં શાલીગ્રામ શિલ્પ સ્થિત હોય છે, ત્યાં સાક્ષાત્ વિષ્ણુ ઉપસ્થિત હોય છે.
એકાદશી વ્રત વિધિ
દસમની રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરવું. તથા ભોગ વિલાસથી દૂર હેવું. એકાદશીના પ્રાતઃ કાળે લાકડીનું દાતણ તથા તથા ટુથપેસ્ટનો ઉપયોગ ન કરવો. લીંબુ જાંબુ કે આંબાના પાન ચાવી લેવા, તથા આંગળી વડે ગળું શુધ્ધ કરી લેવું. વૃક્ષના પાન તોડવા વર્જિત છે. આથી આપ મેળે પડેલા પાનનું જ સેવન કરવું. જો એ સંભવ ન હોય તો પાણીના બાર કોગળા કરી લેવા. પછી સ્નાનાદી બાદ મંદિરમાં જઇને ગીતા પાઠ કરવો. પ્રભુ સામે આ પ્રમાણે પ્રણ કરવું કેઃ આજે હું ચોર પાખંડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહિ કરું. તેમજ કોઇનું દિલ પણ દુભાવિશ નહિં. ગૌ-બ્રાહ્મણને ફળાદી તથા અન્ન આપેને પ્રસન્ન કરીશ. રાત્રે જાગરણ કરીને કીર્તન કરીશ. ૐ નમો ભગવતે વાસુદેવાય! પ્રાદશાક્ષરીમંત્ર અથવા ગુરુમંત્રના જાપ કરીશ. આવી પ્રતિજ્ઞા કરીને શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી કેઃ “હે ત્રિલોકપતિ! મારી લાજ તમારા હાથમાં છે, આથી મને આ પ્રણ પુરુ કરવાની શકિત પ્રદાન કરો. મૌન, જપ, શાસ્ત્ર પઠન, કિર્તન અને રાત્રીના જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ કરે છે”.
એકાદશીના દિવસે અશુધ્ધ જળમાંથી બનેલા પીણા ન પીવા. કોલ્ડ ડ્રીંકસ, એસિડ વગેરે નાખેલા ફળોના ડબ્બાપેક રસ ન પીવો. બે વાર ભોજન ન કરવું આઇસ્ક્રીમ અને તળેલી ચીજો ન ખાવી. ફળ કે દૂધ અગર એ પણ ન મળે તો પણ પર જ રહેવું વિશેષ લાભદાયી છે.
જુગાર, ઉંઘ, પારકી નિંદા, ચુગલી, ચોરી, હિંસા, મૈથુન, ક્રોધ તથા જુઠ કપટ વગેરે અન્ય કુંકર્મોથી દૂર રહેવું જોઇએ. બળદની પીટ પર સવારી ન કરવી. આ દિવસે યથાશકિત અન્નદાન કરવું. પરંતુ સ્વયં કોઇએ આપેલ અન્ન કયારેય ગ્રહણ ન કરવું. દરેક વસ્તુ પ્રભુને ભોગ ધરીને તથા તુલસી પત્ર મુકીને ગ્રહણ કરવી જોઇએ.
આ વિધિથી વ્રત કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. પ્રાદશીના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન, દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરીને એમની પરિક્રમા કરી લેવી જોઇએ.
વ્રત ખોલવાની વિધિ
પ્રાદશીએ સેવા પૂજાના સ્થાને સાત શેકેલાચણા ચૌદ ટુકડા કરીને પોતાની માથાની પાછળ ફેકવા જોઇએ. “મારા સાત સાત જન્મોના શારીરીક, વાચિક અને માનસિક પાપ નષ્ટ થયા!”આવી ભાવના કરીને સાત અંજલી પાણી પીવું, તથા ચણાના સાત દાણા ખાઇને વ્રત ખોલવું જોઇએ.